+

વોટ્સએપ ગ્રુપ હેક કરીને વિદ્યાર્થિનીઓ સાથે સાયબર છેતરપિંડી, 100થી વધુ છોકરીઓ બની શિકાર

અમદાવાદઃ ગાંધીનગર સાયબર સેલની ટીમે મધ્યપ્રદેશના અનુપપુરના બદરા ગામના યુવક પ્રભાતકુમાર ગુપ્તાની શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓનું વોટ્સએપ ગ્રુપ હેક કરીને  ગુજરાત સહિત અન્ય રાજ્યોની 100થી વધુ વિદ્યાર્થ

અમદાવાદઃ ગાંધીનગર સાયબર સેલની ટીમે મધ્યપ્રદેશના અનુપપુરના બદરા ગામના યુવક પ્રભાતકુમાર ગુપ્તાની શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓનું વોટ્સએપ ગ્રુપ હેક કરીને  ગુજરાત સહિત અન્ય રાજ્યોની 100થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે સાયબર છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તેના નિશાને ગુજરાત અને દેશના અન્ય રાજ્યોની યુવતીઓના વોટ્સએપ ગ્રુપ હતા. અત્યાર સુધીમાં તેણે 100 થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે ગ્રુપ હેક કરીને પૈસાની જરૂરિયાતને બહાને વિદ્યાર્થિનીઓને અલગ-અલગ મેસેજ મોકલીને આર્થિક છેતરપિંડી કરી છે.

સાયબર સેલે આરોપીઓના રેકોર્ડની તપાસ કરી હતી

ગુજરાત સ્ટેટ સાયબર સેલ દ્વારા 1930 હેલ્પલાઈન પર મળેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ અને રેલવેના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રાજકુમાર પાંડિયને આઈજી સંજય ખરાત અને એસપી ધર્મેન્દ્ર શર્માની ટીમને તપાસ સોંપી હતી. સાયબર સેલની ટીમે અલગ-અલગ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટની તપાસ કરી અને આરોપીના મોબાઈલ નંબરની કોલ ડિટેઈલ અને અન્ય રેકોર્ડ્સ લીધા.

આરોપીનું મોબાઈલ લોકેશન મધ્યપ્રદેશના બદરા ગામમાં મળી આવ્યું હતું, જે બાદ સ્થાનિક પોલીસની મદદથી આરોપી પ્રભાત કુમાર ગુપ્તા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી 2 મોબાઈલ, 11 સિમ, 2 પાસબુક અને 12 ડેબિટ કાર્ડ કબજે કર્યા છે. ફુનગા ચોકીના ઈન્ચાર્જ સુમિત કૌશિકના જણાવ્યા અનુસાર પ્રભાત વિરુદ્ધ અનુપપુરમાં પણ કેસ નોંધાયેલ છે. તેણે યુટ્યુબ દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter