Gujarat Bridge Collapsed Viral Video: ગુજરાતમાં જળતાંડવની સ્થિતી છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાય ડેમો ઓવરફલો થઈ રહ્યાં છે. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.
આ દરમિયાન છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં ભારજ નદી પરના બ્રિજના બે ટુકડા થઈ ગયા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના બે ભાગ થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં બ્રિજના ટુકડા થયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે હબીયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થઈ ગયો હતો. ગણતરીની સેકન્ડમાં જ પુલ તૂટી પડ્યો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. પુલ તૂટતા અનેક ગામોનો સંપર્ક કપાયો હતો.
छोटा उदेपुर का शिहोर का ब्रिज बीच से ही गिर गया।
— Gopi Maniar ghanghar (@gopimaniar) August 27, 2024
ग़नीमत थी की कोई सवार नहीं था।
भष्ट्राचार की पोल खोलने के लिए सिर्फ़ एक दिन की बारिश ही काफ़ी है। pic.twitter.com/F9ZsdtqM8n
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/