નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ રાજધાની દિલ્હીમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને 262 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. એક ફાર્મહાઉસ પર દરોડા કર્યા હતા ત્યારે આ જથ્થો ઝડપાયો હતો. NCB એ ત્રણ દિવસનું ઓપરેશન હાથ ધર્યું હતુ. આ કામગીરીમાં એક મોટા આંતરરાષ્ટ્રીય સિન્થેટિક ડ્રગ નેટવર્કનો પર્દાફાશ થયો છે.
તપાસ દરમિયાન ટીમને એવી માહિતી મળી હતી કે આખી ગેંગ વિદેશી ઓપરેટિવ્સના નિર્દેશો હેઠળ કાર્યરત હતી. ફાર્મહાઉસમાં દરોડા બાદન શંકાસ્પદોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ કેસમાં અનેક મોટા માથાઓનાં નામો ખુલી શકે છે.
મુખ્ય આરોપી શેન વારિસની નોઈડામાં ધરપકડ
આ કાર્યવાહીમાં NCB એ 25 વર્ષીય શેન વારિસની ધરપકડ કરી છે, જે મૂળ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના મંગરૌલી ગામનો રહેવાસી છે. તે નોઈડા સેક્ટર-5, હરોલામાં ભાડાના મકાનમાં રહેતો હતો અને એક કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતો હતો. તેના બોસના નિર્દેશ પર શેન નકલી સિમ કાર્ડ અને વોટ્સએપ અને જાંગી ગુપ્ત ચેટ એપ્લિકેશનોનો ઉપયોગ કરતો હતો જેથી તેનું સ્થાન અને પ્રવૃત્તિઓ શોધી શકાય નહીં.
શેનની 20 નવેમ્બર, 2025 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, તેણે ડ્રગ્સ નેટવર્કમાં તેની ભૂમિકા સ્વીકારી અને ઘણી મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી.તેણે એક મહિલા એસ્થર કિમાનીનું નામ પણ જણાવ્યું, જેના દ્વારા પોર્ટર રાઇડર દ્વારા ડ્રગ્સનો મોટો જથ્થો મોકલવામાં આવ્યો હતો. તેણે NCB ને તેનું સરનામું અને સંપર્ક માહિતી પણ આપી.
છતરપુરમાંથી 328 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરાયું છે
20 નવેમ્બરના રોજ, શેન દ્વારા આપવામાં આવેલી માહિતીને આધારે એનસીબીએ છતરપુર એન્ક્લેવ ફેઝ 2 માં દરોડા પાડ્યાં હતા. અહીંથી 328.54 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ છે. શેનની માહિતીથી આ નેટવર્કની વિદેશી લિંક્સ, તેના સ્થાનિક સાથીઓ, સપ્લાય રૂટ્સ અને વ્યવહારો વિશે માહિતી મળી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++