US presidential election: ડોનાલ્ડ ટ્રમ્પે એરિઝોના રાજ્યમાં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. જેની સાથે રિપબ્લિકન તમામ સાત સ્વિંગ સ્ટેટ જીત્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, ટ્રમ્પને અત્યાર સુધીમાં 312 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે, જે વ્હાઇટ હાઉસની રેસ જીતવા માટે જરૂરી 270થી વધુ છે. 2016ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને 304 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા.
ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસને 226 વોટ મળ્યા છે. યુએસ મીડિયાએ 50માંથી અડધાથી વધુ રાજ્યોમાં ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા છે, જેમાં જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિન જેવા મહત્વના રાજ્યોનો સમાવેશ થાય છે, જે તમામે છેલ્લી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને મત આપ્યો હતો. રિપબ્લિકન 1980 થી સતત રેડ સ્ટેટ્સ જીતી રહ્યાં છે. જ્યારે બ્લૂ સ્ટેટ્સ ડેમોક્રેટ્સ તરફ વધુ વલણ ધરાવે છે. પરંતુ સ્વિંગ રાજ્યોમાં, રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેની લડાઈ ઘણીવાર ખૂબ નજીક હોય છે. 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડેને એરિઝોનામાં માત્ર 10,000 મતોથી જીત મેળવી હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવામાં સ્વિંગ સ્ટેટ્સ પહેલેથી જ મહત્વપૂર્ણ છે. ઔદ્યોગિક મિડવેસ્ટમાં પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, પશ્ચિમમાં નેવાડા અને એરિઝોના અને દક્ષિણમાં જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનાના લોકો કોની તરફેણમાં મતદાન કરશે તેના પર સૌની નજર ટકેલી હતી. આ વખતે આ રાજ્યમાં રિપબ્લિકનનો વિજય થયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++