ફ્લોરિડામાં થયેલા હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ, એક શંકાસ્પદ કસ્ટડીમાં: FBI

12:00 PM Sep 16, 2024 | gujaratpost

વોશિંગ્ટન: ટ્રમ્પની પ્રચાર ટીમ અને ગુપ્તચર સેવાઓએ તેમને આ હુમલા અંગે માહિતી આપી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમે કહ્યું કે ફ્લોરિડામાં ટ્રમ્પની નજીક ગોળી ચલાવવામાં આવી હતી, તેઓ સુરક્ષિત છે. આ ઘટના બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી.

ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) અને યુએસ ઈન્ટેલિજન્સ સર્વિસ આ મામલે તપાસ કરી રહી છે. એફબીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ફ્લોરિડામાં થયેલા હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પ નિશાના પર હતા. એક શકમંદની અટકાયત કરવામાં આવી છે.

આ હુમલા પર વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદન પણ આવ્યું છે. ટ્રમ્પ સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે અમેરિકામાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી. આ કેસમાં એક શકમંદની અટકાયત કરવામાં આવી છે.

Trending :

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે કહ્યું કે મને ખુશી છે કે તેઓ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. આ પહેલા 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન એક બંદૂકધારીએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો.

આ હુમલામાં એક ગોળી ટ્રમ્પના જમણા કાનને અડીને બહાર નીકળી ગઈ હતી, જ્યારે રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જુલાઈની ઘટના બાદ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવર ખાતે તેમની હાજરી દરમિયાન ડમ્પ ટ્રકો બિલ્ડિંગની બહાર પાર્ક કરવામાં આવે છે અને જ્યારે તેઓ રેલીઓમાં ભાગ લે છે, ત્યારે તેમની આસપાસ બુલેટપ્રૂફ કાચનું વર્તુળ બનાવવામાં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526