સોમનાથ મહાદેવને શીશ નમાવીને ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યાં રાજકોટ, ગુરુવારથી બે દિવસનો દિવ્ય દરબાર- Gujarat Post

09:51 PM May 31, 2023 | gujaratpost

ગુરુવારથી બે દિવસ રાજકોટના રેસકોર્સમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર લાગશે

12 દરવાજામાંથી લોકોને અપાશે એન્ટ્રી

જાણીતા ઉદ્યોગપતિના નિવાસ સ્થાને બાબાને અપાશે ઉતારો

રાજકોટઃ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગત સપ્તાહથી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આ દરમિયાન તેમણે અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજ્યો છે. બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ દાદાના દર્શન કરીને બપોરે 3 વાગે રાજકોટ પહોંચ્યાં હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આવતીકાલથી બાબાનો બે દિવસીય દિવ્ય દરબાર રાજકોટના રેસકોર્સ ખાતે લાગશે.

રાજકોટમાં બાબાના દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવ્ય દરબારમાં વિનામૂલ્યે પાણી, ચા, નાસ્તો, છાશ શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. બાબાના દરબાર માટે 12 સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરબાર સ્થળે 12 દરવાજામાંથી લોકોને એન્ટ્રી આપવામાં આવશે. સીનિયર સીટીઝન માટે 25000 ખુરશીઓની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટના કિંગ્સ હાઇટ્સમાં બાબા બાગેશ્વરનો ઉતારો આપવામાં આવ્યો છે. જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતાને ત્યાં હાઈ પ્રોફાઈલ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કિંગ્સ હાઈટમાં નવમા માળે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ઉતારો છે. આજે બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સોમનાથથી રાજકોટ આવી પહોંચશે. રાજકોટના અલગ અલગ મંદિરો અને ગૌશાળાની પણ મુલાકાત લેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post