મુંબઇઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. અભિનેતા ઘણા દિવસોથી ઘરે સારવાર લઈ રહ્યાં હતા. તેમને થોડા દિવસ પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની તબિયત ખૂબ જ બગડી ગઈ અને તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ આજે તેમનું નિધન થયું છે.
તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યાં હતા. અંતિમ સંસ્કાર દરમિયાન તેમના પરિવારના સભ્યો, અભિનેતા અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર સહિત અનેક લોકો હાજર હતા.
ધર્મેન્દ્રનો 90 મો જન્મદિવસ 8 ડિસેમ્બરે હતો. જ્યારે તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યાં હતા, ત્યારે અહેવાલો બહાર આવ્યાં કે પરિવાર અભિનેતાના જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો. જો કે, તેમના જન્મદિવસના 14 દિવસ પહેલા જ આ મહાન અભિનેતાનું અવસાન થયું છે. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અભિનેતાના નિધનથી ચાહકો આઘાતમાં છે. ચાહકો અને સેલિબ્રિટીઓ હવે સોશિયલ મીડિયા પર આ દિગ્ગજ અભિનેતાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ધર્મેન્દ્રને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. અભિનેતાએ લખ્યું, મોટા થતાં, ધર્મેન્દ્રજી એવા હીરો હતા જે દરેક છોકરો બનવા માંગતો હતો. આપણા ઉદ્યોગના સાચા હિ-મેન. પેઢીઓને પ્રેરણા આપવા બદલ આભાર. તમે તમારી ફિલ્મો અને તમારા દ્વારા ફેલાયેલા પ્રેમ દ્વારા હંમેશા જીવંત રહેશો. ઓમ શાંતિ.
Growing up, Dharmendra ji was the hero every boy wanted to be…our industry’s original He-Man.
Thank you for inspiring generations.
You’ll live on through your films and the love you spread. Om Shanti
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/