નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકરને લઈને આપેલા નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ સવાલ ઉઠાવ્યાં છે, એટલું જ નહીં તેમણે આંબેડકરના સન્માનમાં એક સ્કૉલરશિપ પણ જાહેર કરી છે.
દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન કેજરીવાલે અમિત શાહ પર આંબેડકરની મજાક કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે સંસદમાં બાબાસાહેબની મજાક કરવામાં આવશે. અમિત શાહના અપમાનજક નિવેદનના જવાબમાં હું આંબેડકર સમ્માન સ્કૉલરશિપની જાહેરાત કરું છું. એટલું જ નહીં કેજરીવાલ કહ્યું કે, સરકારી કર્મચારીઓના બાળકોને પણ સ્કૉલરશિપનો ફાયદો આપવામાં આવશે. જેવી રીતે બાબાસાહેબ આંબેડકરે વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું તેવી જ રીતે દિલ્હીના દલિત સમાજના બાળકો પણ વિદેશ જઈને કોઈ પણ ખર્ચ વગર અભ્યાસ કરી શકશે.
દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું, જો આમ આદમી પાર્ટી આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી જીતશે તો દિલ્હી સરકાર વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન લેનારા દલિત વિદ્યાર્થીઓને નાણાંકીય સહાય કરશે. દિલ્હીમાં કોઈપણ દલિત વિદ્યાર્થીને નાણાંકીય તંગીના કારણે વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ છોડવો ન પડે તેની તેઓ ખાતરી કરશે.
આ ઉપરાંત કેજરીવાલે કહ્યું, આંબેડકરને પૈસાના અભાવે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ અધવચ્ચેથી છોડવો પડ્યો હતો. તેઓ ઘરે પરત ફર્યા અને પૈસાની વ્યવસ્થા કર્યા બાદ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. દલિત વિદ્યાર્થીઓ સાથે આવું ન થાય તે માટે હું આ જાહેરાત કરી રહ્યો છું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++
बाबा साहब के शिष्य @ArvindKejriwal जी कर रहे उनके सपने को साकार