+

દાહોદઃ આચાર્ય જ નીકળ્યો હૈવાન, 6 વર્ષની બાળકીની હત્યા કરીને લાશ સ્કૂલની પાછળ ફેંકી દીધી હતી

દાહોદઃ જિલ્લાની એક સરકારી શાળાના આચાર્યની વિદ્યાર્થીનીની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રિન્સિપાલ પર 6 વર્ષની બાળકીનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે, જ્યારે બાળકીએ તેનો વિરોધ કર્યો તો

દાહોદઃ જિલ્લાની એક સરકારી શાળાના આચાર્યની વિદ્યાર્થીનીની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રિન્સિપાલ પર 6 વર્ષની બાળકીનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે, જ્યારે બાળકીએ તેનો વિરોધ કર્યો તો તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.

આ ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું કે સિંગવડ તાલુકાના એક ગામમાં શાળાના પરિષરમાં એક બાળકીની લાશ મળી આવ્યાં બાદ પોલીસે ગુરુવારે તપાસ શરૂ કરી હતી, ત્યારબાદ આ ઘટનામાં આચાર્યની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.

નિર્દોષ બાળકી પર ક્રૂરતાનો પ્રયાસ

શાળાના આચાર્ય ગોવિંદ નાટે બાળકી પર યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને વિરોધ કરતાં ગળું દબાવી દીધું હતી. પોલીસના જણાવ્યાં અનુસાર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આચાર્યએ શરૂઆતમાં કહ્યું કે તેને બાળકીને તેની કારમાં લઈ ગયા પછી સ્કૂલે મૂકી દીધી હતી. બાદમાં તેને પોલીસ સમક્ષ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

પોલીસના જણાવ્યાં અનુસાર બાળકીને કારમાં સ્કૂલે ઉતારતી વખતે આચાર્યએ તેનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેને વિરોધ કર્યો હતો, બાળકી ચીસો પાડવા લાગી હતી તેને રોકવા માટે તેનું મોં અને નાક દબાવી દીધું હતું, તેના કારણે તે બેભાન થઈ ગઈ હતી.

આચાર્યએ વિદ્યાર્થીની હત્યા કરી

રિપોર્ટ અનુસાર પ્રિન્સિપાલ સ્કૂલ પહોંચ્યાં અને બાળકીના મૃતદેહની સાથે પોતાની કાર પાર્ક કરી હતી, સાંજે 5 વાગ્યે તેણે મૃતદેહને બહાર કાઢીને સ્કૂલની બિલ્ડિંગની પાછળ ફેંકી દીધો હતો. પછી તેણે છોકરીની સ્કૂલ બેગ અને ચપ્પલ તેના ક્લાસમાં મૂકી રાખ્યા હતા. જ્યારે બાળકી શાળામાંથી ઘરે પરત ન ફરતા તેના માતા-પિતા અને સંબંધીઓએ શોધખોળ શરૂ કરી હતી અને તે શાળાની બિલ્ડીંગની પાછળના પરિષરમાં બેભાન હાલતમાં પડેલી મળી હતી. તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં બાળકીનું મોત થઈ ગયું હતું.

ટેકનિકલ વિશ્લેષણ અને સાંજે શાળા છોડવાનો સમય તેને મુખ્ય શંકાસ્પદ બનાવ્યો હતો અને પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલ્યો હતો. એસપીએ કહ્યું, બાળકીનો મૃતદેહ મળ્યાંના એક દિવસ બાદ તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે તેનું મોત ગળું દબાવવાને કારણે થયું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter