અસલી SGST કર્મચારી તોડબાજી માટે નકલી આઇટી અધિકારી બની ગયો, દાહોદમાં આ ગેંગ ઉઘાડી પડી ગઇ

08:17 PM Jan 12, 2025 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

દાહોદઃ અહીંના સુખસર ગામે અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ-26 ની જેમ નકલી ઇન્કમેટક્સ વિભાગના અધિકારીઓએ દરોડા કર્યાં અને નાણાં ધીરનાર એક વેપારી પાસેથી 25 લાખ રૂપિયાનો તોડ કરવાની તૈયારીમાં હતા, જો કે વેપારીની સતર્કતાને કારણે 5 તોડબાજો જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે.

એક આરટીઆઇ એક્ટિવિસ્ટ, જમીન દલાલ, એક હોમગાર્ડ, એક જીએસટીનો ઇન્સ્પેક્ટર સહિતના શખ્સો ગેંગ બનાવીને વેપારીનો તોડ કરવા નીકળ્યાં હતા, પરંતુ તેઓ પકડાઇ ગયા અને 5 શખ્સો જેલના સળિયા પાછલ ધકેલાઇ ગયા છે.

GST નો ઇન્સ્પેક્ટર વિપુલ કાછીયા પટેલ નકલી આઇટી અધિકારી બન્યો હતો, વિપુલ મૂળ આણંદનો રહેવાસી છે અને સ્ટેટ જીએસટી વિભાગમાં વડોદરા ઝોનમાં નોકરી કરે છે.

ભાવેશ બીપીનચંનદ્ર આચાર્ય (રહે. હાથીજણ, અમદાવાદ), અબ્દુલ સુલેમાન (રહે. દાહોદ)ની ધરપકડ

અન્ય આરોપી ફરાર થઇ ગયા, વેપારીના સોનાના દાગીના જપ્ત કરવાની આપી હતી ધમકી

કુલ 6 શખ્સો સામે પોલીસે કસ્યો સકંજો, એક વ્યક્તિ મોબાઇલ પર ગેંગને ગાઇડ કરતો હતો

સુખસરમાં અલ્પેશ પ્રજાપતિ કાપડની દુકાન ચલાવે છે અને તેમના પિતા ફાઇનાન્સર છે, તેમના ઘરે અને દુકાને આ ગેંગના લોકો પહોંચી ગયા હતા અને ઇન્કમટેક્સ અધિકારીઓની ઓળખ આપીને તમે ટેક્સ ચોરી કરો છો તેવો દમ માર્યો હતો. એક સમયે ફરિયાદી ડરી ગયા હતા અને બે લાખ રૂપિયા આરોપીઓ દ્વારા લઇ લેવામાં આવ્યાં હતા, બાકીના રૂપિયા અન્ય જગ્યાએ પહોંચાડવાની વાત કરતા વેપારીએ આઇકાર્ડ માંગ્યું ત્યારે ગેંગના લોકો આઇકાર્ડ આપી શક્યા નહીં, જેથી વેપારીને ખબર પડી કે આ ગેંગ નકલી છે અને તોડ કરવા આવી છે, જેથી તેમને પોલીસને જાણ કરી હતી, પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે, આરોપીઓએ પહેલા પણ આવી રીતે કોઇ તોડ કર્યો હતો કે કેમ તે મામલે તપાસ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++