જયપુરમાં DGGIએ પકડ્યું 10 કરોડ રૂપિયાનું કૌભાંડ, આ રીતે લગાવતાં હતા ચૂનો- Gujarat Post

05:57 PM Dec 15, 2024 | gujaratpost

4 કરોડ કેશ પણ મળી

Jaipur News: રાજસ્થાનના જયપુરમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ) દ્વારા કરાયેલા ઓપરેશનમાં મોટો ઘટસ્ફોટ થયો છે.દરોડા દરમિયાન ટીમે 10 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન 4 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ કેસ લુબ્રિકેટિંગ ઓઇલ રિફાઇનિંગ કંપની સાથે સંબંધિત છે, જેમાં નકલી ઇન્વૉઇસેસ દ્વારા 10 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

ડીજીજીઆઈના જયપુર ઝોનલ એકમના અધિકારીઓએ જયપુરમાં મોટા પાયે ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે વેપારીઓ દીપક એન્ટરપ્રાઇઝિસ, રક્સી લબ્બર્સ, લ્યુબ્રિકેટિંગ ઓઇલ રિફાઈનર્સ, મહાવીર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, મહેશ્વરી પેટ્રો કેમિકલ્સ અને ઓમ ઇન્ડસ્ટ્રીઝના પરિષરમાં દરોડા પાડ્યાં હતા.

ટીમની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કંપનીઓએ કરચોરી માટે મોટી રમત રમી હતી. નકલી ઇન્વૉઇસેસ બનાવીને માલની કોઈ સપ્લાય કરાઇ નથી. આ કૌભાંડનો આંકડો હજુ વધી શકે છે, હાલમાં અનેક પેઢીઓ એજન્સીના નિશાના પર છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++