Cyclone Remal Alert: બંગાળની ખાડીમાં બનેલું હવાનું નીચું દબાણ તીવ્ર ચક્રવાત રેમલના રૂપમાં રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને આસપાસના બંગાળના દરિયાકાંઠે મજબૂત બનીને ત્રાટકશે. હવામાન વિભાગ (IMD) એ 26-27 મેના રોજ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
આ રીતે ચક્રવાતનું નામ રેમલ પડ્યું
દરિયામાં ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારા પર પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં આ પ્રી-મોન્સુન સીઝનમાં પ્રથમ ચક્રવાત છે અને તેને હિંદ મહાસાગર ક્ષેત્રની નામકરણ પદ્ધતિ હેઠળ રેમલ નામ આપવામાં આવ્યું છે.
શનિવારે સવારે ચક્રવાત ગંભીર સ્વરૂપ ધારણ કરશે
ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર શનિવાર સવાર સુધીમાં ચક્રવાતમાં મજબૂત બનશે અને રવિવાર સાંજ સુધીમાં બંગાળના દરિયાકાંઠે ટકરાશે. ચક્રવાતને કારણે રવિવારે 102 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/