+

પુતિન હત્યારો છે...નવેલનીની દફનવિધીમાં આવેલી ભીડમાં લોકોએ રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ લગાવ્યાં નારા

રશિયાઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી મોટા ટીકાકારોમાંના એક એલેક્સ નવેલનીનું જેલમાં મોત થઇ ગયું હતુ, નવેલનીને શુક્રવારે મોસ્કોમાં દફનાવવામાં આવ્યાં હતા. તેમની દફનવિધીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામા

રશિયાઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી મોટા ટીકાકારોમાંના એક એલેક્સ નવેલનીનું જેલમાં મોત થઇ ગયું હતુ, નવેલનીને શુક્રવારે મોસ્કોમાં દફનાવવામાં આવ્યાં હતા. તેમની દફનવિધીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યાં હતા. દરમિયાન ક્રેમલિનના પ્રતિબંધ છતાં લોકો ત્યાં એકઠા થયા હતા. નવેલનીના સમર્થકોએ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા. સમગ્ર રશિયામાંથી લગભગ 100 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે. નવેલનીનું 15 દિવસ પહેલા જેલમાં મોત થઇ ગયું હતુ અને તેમને ઝેર આપવામાં આવ્યું હતુ.

પુતિન વિરુદ્ધ સૂત્રોચ્ચાર

રશિયન જેલમાં બંધ નવેલનીનું 16 ફેબ્રુઆરીએ મોત થયું હતું. નવેલનીના મૃતદેહને મોસ્કોના મેરિનો કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. દરમિયાન કબ્રસ્તાન પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. ક્રેમલિનની ચેતવણી છતાં મોટી સંખ્યામાં લોકો નવેલનીના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નવેલનીના માતા-પિતા પણ તેમની અંતિમયાત્રામાં ભાગ લેવા આવ્યાં હતા. આ દરમિયાન ત્યાં હાજર નવેલનીના સમર્થકોએ પુતિન વિરુદ્ધ નારા લગાવ્યાં અને અને કહ્યું, 'પુતિન એક ખૂની છે. અમે ક્યારેય માફ કરીશું નહીં.

નવેલનીની પત્નીએ આ વાત કહી

ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા. નવેલનીની દફનવિધીમાં ભાગ લેવા ફ્રાન્સ અને જર્મનીના રાજદૂત પણ પહોંચ્યાં હતા. તેમણે નવેલનીને શ્રદ્ધાંજલિ આપી હતી.નવેલનીની પત્ની યુલિયા આ કાર્યક્રમમાં હાજર રહી ન હતી. તેમને સોશિયલ મીડિયા પર પતિને શ્રદ્ધાંજલિ આપી હતી. નવેલનીનો મૃતદેહ એક અઠવાડિયા પહેલા જ તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. નવેલની પુતિનના સૌથી મોટા ટીકાકારોમાંના એક હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter