(demo pic)
UP Crime News: ઉત્તર પ્રદેશના મૈનપુરમાં સાસરિયા તેમની પુત્રવધુને હેલિકોપ્ટર દ્વારા લાવ્યાં હતા પરંતુ હવે તેઓ તેના જીવના દુશ્મન બની ગયા છે. કોતવાલી વિસ્તારની કોલોનીમાં રહેતી પરિણીત મહિલાને તેના સાસરિયાઓએ પાણીમાં ડુબાડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. દહેજ માટે તેઓ સતત તેને ત્રાસ આપતા હતા. મહિલાએ તેના પતિ પર અકુદરતી સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આરોપી સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ બેવર પોલીસ સ્ટેશન વિસ્તારની એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું કે 19 ફેબ્રુઆરી 2024ના રોજ તેના ભાઈએ તેના લગ્ન શહેરના રાજીવ ગાંધી નગરમાં રહેતા યુવક સાથે કરાવ્યાં હતા. લગ્ન બાદ તેમને હેલિકોપ્ટરમાં રવાના કરવામાં આવ્યાં હતા. લગ્નના થોડા દિવસો પછી તેને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.
જ્યારે તેને અસમર્થતા દર્શાવી ત્યારે 2 જૂને તેની સાસુ અને સસરાએ તેને માર માર્યો હતો અને ટબના પાણીમાં ડુબાડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભાઈ આવતાં તેને પરિવારને બચાવવા માટે સમાધાન કર્યું હતું. આ પછી તેના સાસરિયાઓએ તેને તેના પતિ સાથે નોઈડા મોકલી દીધી હતી. ત્યાં તેના પતિએ પણ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. તે દરરોજ તેને મારતો અને બળજબરીથી અકુદરતી સેક્સ માણતો હતો.
9 જુલાઈના રોજ પતિએ કાર ખરીદવા અને જમીનનો હિસ્સો પોતાના નામે કરાવવા માટે 1.50 લાખ રૂપિયા લાવવા દબાણ કર્યું હતું. જ્યારે તેણે ના પાડી તો તેને માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂકી હતી. તે આખી રાત ઘરની બહાર બેસી રહી. તે નોઈડાની સેક્ટર 113 ચોકી પોલીસની મદદથી ઘરે પહોંચી હતી. કોતવાલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/