+

દ્વારકાના ઓખામાં જેટી પર ક્રેન તૂટી પડી, 3 શ્રમિકોનાં મોત થઇ ગયા

Dwarka : કોસ્ટગાર્ડ દ્વારા જેટી ઉભી કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ક્રેન તૂટી જતા 3 શ્રમિકોનાં મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ જેટી ઉપર કામકાજ ચાલતું હતું તે દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. જેમાં 2

Dwarka : કોસ્ટગાર્ડ દ્વારા જેટી ઉભી કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ક્રેન તૂટી જતા 3 શ્રમિકોનાં મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ જેટી ઉપર કામકાજ ચાલતું હતું તે દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. જેમાં 2 શ્રમિક ક્રેનની અંદર દબાઈ ગયા હતા, તેમાં તેમનું મોત થયું હતું.

જ્યારે એક શ્રમિક પાણીમાં પડી જતા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેસ્ક્યૂં દરમિયાન અન્ય એક શ્રમિક પણ મૃત હાલતમાં જ મળી આવ્યો છે. જેથી આ દુર્ઘટનામાં કુલ ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે.

મૃતક શ્રમિકોમાં જીતેન કરાડી, અરવિંદ કુમાર, નિશાંત સિંહનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ ઓખા જેટી ઉપર કોસ્ટગાર્ડ, પોલીસ, ફાયર, 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. નોંધનિય છે કે, કોસ્ટગાર્ડ દ્વારા જેટી ઉભી કરવાની કામગીરી ઘણાં સમયથી ચાલી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter