કોંગ્રેસની આવી દુર્દશા કરવામાં આવી, પોસ્ટર્સ છપાવવાના પણ પૈસા નથી, કહ્યું મોદી સરકારે લોકશાહીની હત્યા કરી

02:38 PM Mar 21, 2024 | gujaratpost

- કોંગ્રેસ કઇ રીતે કરશે ચૂંટણી પ્રચાર ?
- કોંગ્રેસ પાસે ચૂંટણી સામગ્રી માટે પણ પુરતુ ફંડ નથી
- ભાજપે કરોડો રૂપિયાનું ફંડ ભેગું કર્યુંઃ કોંગ્રેસ
- અમારી પાર્ટી સાથે અન્યાય થઇ રહ્યો છેઃ રાહુલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ-એનડીએ 400 થી વધુ બેઠકો પર જીત મેળવવા કામે લાગી ગયા છે, આ બધાની વચ્ચે અનેક મોદી અને ભાજપ વિરોધી પાર્ટીઓની દુર્દશા થઇ છે, ઇડી, સીબીઆઇ જેવી સંસ્થાઓ અનેક નેતાઓનાં ઠેકાણાંઓ પર પહોંચી રહી છે, હવે કોંગ્રેસની પણ દુર્દશા થઇ છે, કોંગ્રેસે પોતાના બેંક ખાતાઓ ફ્રીજ કરવાથી લઇને સંસ્થાનો પર ભાજપ સરકારના કબ્જાની વાત કરીને મોદી સરકારની ઝાટકણી કાઢી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર પ્રહાર કર્યાં હતા. ખડગેએ કહ્યું કે કોંગ્રેસના બેન્ક ખાતા ફ્રીઝ કરી દેવાયા, અમે ચૂંટણી ન લડી શકીએ એટલે ભાજપે આ બધું કર્યું છે.મોદી સરકારે દેશના સંસાધનો, મીડિયા, બંધારણીય અને ન્યાયિક સંસ્થાનો પર કબ્જો કરી લીધો છે.

- અમારી સામે ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી અયોગ્યઃ કોંગ્રેસ
- અમારા બેંક ખાતાઓ સિઝ કરવા નિયમ વિરુદ્ધઃ કોંગ્રેસ

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે કોંગ્રેસના બેંક ખાતા સીઝ નથી કર્યાં. પરંતુ આપણા ભારતની લોકશાહીને સીઝ કરી છે. અમારી દેશની સૌથી મોટી પાર્ટી સાથે આ અન્યાય કરાઇ રહ્યો છે. અમે ચૂંટણી લડવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છીએ, અમારી પાસે ફંડ પણ નથી.રાહુલે આ સ્થિતી માટે મોદી સરકારને જવાબદાર ગણાવી છે.

સોનિયા ગાંધીએ ચૂંટણી બોન્ડની વાત કરીને ભાજપની કામગીરી સામે સવાલ કર્યાં છે. કહ્યું કે આ મામલો ગંભીર છે.નોંધનિય છે કે કોંગ્રેસને 210 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવીને તેમના બેંક ખાતા ફ્રીજ કરી નાખવામાં આવ્યાં હતા, જેની સામે કોંગ્રેસ કોર્ટમાં ગઇ હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post