સુરતઃ ફરીયાદીએ પોતાની માલિકીના મકાનની આકારણીમાં નામ ટ્રાન્સફર કરવા માટે વર્ષ-2022માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી. જે હાલ સુધી પેન્ડીગ હોવાથી ફરીયાદીએ ઝોન ઓફીસમાં રૂબરૂ જઇને કલાર્કને મળ્યાં હતા. ત્યાર બાદ આક્ષેપિત રાહુલ રામઆષિશ પાલ ઉ.વ.24 હોદ્દો: કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારીત) કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકા સુરત ફરીયાદીને વોટ્સએપ કોલ કરીને વેરાબીલમાં નામ ટ્રાન્સફર કરવાના અવેજ પેટે રૂ.5,000 લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ફરિયાદી પાસેથી રાહુલે રૂ.5000 ની લાંચ લીધી અને એસીબીએ તેને ઝડપી લીધો હતો.નોર્થ ઝોન કતારગામ સુરત મહાનગરપાલિકા આકારણી વિભાગના વોર્ડ નંબર 63- એ ની ઓફીસ બહાર વોશરૂમમાં જ એસીબીએ ટ્રેપ કરી હતી.
ટ્રેપીંગ અધિકારીઃ કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++