બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત

09:50 PM Mar 27, 2024 | gujaratpost

બેટ દ્વારકાઃ અલ હુસૈનીમાં ભારતીય માછીમારી બોટ અને પાકિસ્તાની નૌકાદળની બોટ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક ભારતીય માછીમાર અને પાકિસ્તાની નૌકાદળના જવાનનું મોત થયું હતું. ભારતીય બોટ પાકિસ્તાની જળસીમામાં ઘૂસી ગઈ હતી, ત્યારબાદ પાકિસ્તાન નેવી અને ભારતીય માછીમારો વચ્ચે સમુદ્રની વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને તરફથી એક-એકનું મોત થયું હતું. ભારતીય બોટમાં 7 માછીમારો હતા જેમાંથી એક મૃત હાલતમાં મળી આવ્યો હતો અને બાકીના 6 હજુ પણ લાપતા છે.

ભારતીય બોટ 15 માર્ચ 2024ના રોજ 7 માછીમારો સાથે બેટ દ્વારકાથી માછીમારી માટે નીકળી હતી. 21 માર્ચ, 2024 ના રોજ જખૌથી 12 નોટિકલ માઇલના અંતરે બોટને નુકસાન થયું હતું, જે પછી બોટ માલિકે ઓખા ફિશરીને લેખિતમાં જાણ કરી હતી. બોટ માલિક ઈરફાન અલાનાએ કબૂલ્યું હતું કે 7 માંથી બે માછીમારો 18 વર્ષથી ઓછી ઉંમરના હતા અને ગુમ થયા હતા. બોટ તૂટેલી હાલતમાં મળી આવી હતી, 7 માછીમારોમાંથી 1 મૃત હાલતમાં મળી આવ્યો હતો, બાકીના 6 હજુ લાપતા છે. માછીમાર સાયલ મામદ પાંજરીનું પોસ્ટમોર્ટમ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

6 ભારતીય માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં હોવાનો અંદાજ

ભારતીય એજન્સીના સૂત્રોના જણાવ્યાં અનુસાર ભારતીય બોટ માછીમારી કરતી વખતે પાકિસ્તાનના જળસીમામાં ઘુસી ગઈ હતી અને પાકિસ્તાન મરીન એજન્સીની બોટ તેમને પકડવા પહોંચી હતી, જેને જોઈને આ લોકો ભાગ્યા હતા અને બંને બોટ અથડાઈ હતી. આ અથડામણમાં પાકિસ્તાની મરીન એજન્સીનો એક ખલાસી અને ભારતીય બોટના બે લોકો દરિયામાં પડ્યાં હતા. તેમજ ગઈકાલે એક ભારતીય માછીમારનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. જેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે 6 ભારતીય માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post