+

છોટા ઉદેપુરઃ નકલી સિંચાઈ કચેરી કૌભાંડમાં વધુ 2 સરકારી અધિકારી ઝડપાયા, કુલ આરોપીનો આંક 7 પર પહોંચ્યો- Gujarat Post

છોટા ઉદેપુરઃ રાજ્યમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે. એક બાદ એક કૌભાંડો જ સામે આવી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં વધુ બે અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. જેથી આર

છોટા ઉદેપુરઃ રાજ્યમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે. એક બાદ એક કૌભાંડો જ સામે આવી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં વધુ બે અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. જેથી આરોપીનો આંક 7 ઉપર પહોંચ્યો છે. બે દિવસમાં 4 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી બહાર આવતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

છોટાઉદેપુરમાં સિંચાઇ વિભાગની આખી સરકારી ઓફિસ જ નકલી હતી, જેમાં રૂ. 4.15 કરોડના કૌભાંડમાં અગાઉ અહીં ફરજ બજાવી ગયેલા અને બદલી થયેલા અધિકારીઓના જવાબો પોલીસે લીધા હતા. જેમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી દિનેશ કે. ચૌધરી કે હાલમાં તેમનું પોસ્ટિંગ રાજપીપળા પ્રાયોજના વહીવટદાર કચેરીમાં છે, તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ છોટાઉદેપુર મયુર કે. પટેલ, તેઓનું પોસ્ટિંગ હાલ સુરત ડ્રેનેજ ડિઝાઇન પેટા વિભાગમાં છે, આ બે અધિકારીઓની ધરપકડ કરાઈ છે. તેઓ પણ આ નકલી ઓફિસ અને કરોડોની ગ્રાન્ટના કૌભાંડમાં સામેલ છે.

બંને અધિકારીઓ પૈકી દિનેશ કે. ચૌધરીએ બે વર્ષથી વધુ સમય સુધી છોટાઉદેપુરમાં ફરજ બજાવી હતી, તેઓ પ્રાયોજના વહીવટદારના ખાસ માણસ તરીકે ઓળખાતા હતાં. પ્રાયોજના કચેરીમાં વિકાસના કામો માટે ખાનગી સંસ્થાઓને મોટાપાયે ગ્રાન્ટ ફાળવણીમાં મદદ કરતા હતા. આખી કચેરીનો વહીવટ તેઓને પૂછયા વગર થતો ના હતો, જયારે પ્રાયોજના વહીવટદાર કચેરીની હસ્તક ચાલતી મોડેલ સ્કૂલોમાં ગરીબ આદિવાસી બાળકોને ભોજનના કોન્ટ્રાકટમાં અનેક ફરિયાદો વાલીઓ કરતા હતા પરંતુ બાળકોના ભોજનની ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપતા ના હતાં, આમ ગ્રાન્ટના કરોડો રૂપિયાનું અહીં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter