અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 21 બાળકોનાં મોત થતા તંત્ર સંતર્ક બન્યું છે. ચાંદીપુરા વાયરસ 21 જિલ્લાઓમાં ફેલાઇ ગયો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 61 કેસ નોંધાયા છે. આ વાયરસનો પહેલો કેસ સાંબરકાંઠામાં નોંધાયો હતો. રાજ્યમાં ચાંદીપુરાથી મોતનો આંકડો 58 ને પાર પહોંચ્યો છે.
ચાંદીપુરા વાયરસને કારણે અમદાવાદ શહેરમાં 3 બાળકોનાં મોત થયા છે. જ્યારે પંચમહાલ, દાહોદ, રાજકોટ, અરવલ્લી અને મોરબીમાં 2-2 બાળકોના મોત થયા છે. મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, દ્વારકા, સાબરકાંઠામાં 1-1 બાળકનું મોત થયુ છે. જ્યારે રાજસ્થાનમાં પણ ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું મોત થયું છે.
નોંધનિય છે કે અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવતા હતા. હવે આ સુવિધા ગાંધીનગરમાં ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં ઉભી કરવામાં આવી છે. જેથી લઇને ઝડપથી નિદાન થઇ શકે. હજુ અનેેક બાળકો રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526