Gujaratpost Fact Check: કેન્દ્રએ બુધવારે સરકારને લગતી ઓનલાઈન સામગ્રીની અધિકૃતતા પર નજર રાખવા માટે ફેક્ટ ચેક યુનિટની રચના માટે સૂચના જારી કરી છે. તેની રચના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો હેઠળ કરવામાં આવી છે. IT નિયમો 2021 હેઠળ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ફેક્ટ ચેક યુનિટને નોટિફાય કરવામાં આવ્યું છે.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર આથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો હેઠળ ફેક્ટ ચેક યુનિટને તેની કોઈપણ કામગીરીના સંબંધમાં તપાસ એકમ તરીકે સૂચિત કરે છે. આ એકમ કેન્દ્ર સરકારને લગતા તમામ ફેક ન્યૂઝ અથવા ખોટી માહિતીનો સામનો કરવા અથવા તેને ચેતવણી આપવા માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે.
બોમ્બે હાઈકોર્ટના આદેશના થોડા દિવસો બાદ કેન્દ્ર સરકારે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે. બોમ્બે હાઈકોર્ટે ચુકાદામાં કેન્દ્ર સરકારને એકમને સૂચના આપતા રોકવાનો ઇનકાર કર્યો હતો. સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા વતી અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના નિર્ણય સામે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમની અરજી પર ગુરુવારે સુનાવણી થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિયમો હેઠળ, જો ફેક્ટ ચેક યુનિટને સરકારના કામકાજ સાથે સંબંધિત કોઈપણ નકલી અથવા ખોટી પોસ્ટ વિશે ખબર પડશે તો તે તેને સોશિયલ મીડિયા કંપનીના ધ્યાન પર લાવશે.
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં અફવાઓનું પ્રમાણ વધી રહ્યું છે, તેના પર લગામ લગાવવી જરૂરી છે, ખોટા સમાચારોથી સમાજને મોટું નુકસાન થઇ રહ્યું છે અને લોકો ગેરમાર્ગે દોરાઇ રહ્યાં છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો