+

દેશ અને ગુજરાતમાંથી કેનેડા જતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ઝટકો, માતા-પિતાની પીઆર સ્પોન્સરશિપ કરી સ્થગિત- Gujarat Post

ટોરેન્ટો: ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો વણસેલા છે. આ દરમિયાન કેનેડાએ મોટો ઝટકો આપ્યો છે. કેનેડા દ્વારા માતા-પિતા અને દાદા-દાદીના પીઆર સ્પોન્સરશિપ હાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

ટોરેન્ટો: ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો વણસેલા છે. આ દરમિયાન કેનેડાએ મોટો ઝટકો આપ્યો છે. કેનેડા દ્વારા માતા-પિતા અને દાદા-દાદીના પીઆર સ્પોન્સરશિપ હાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી અનેક ગુજરાતીઓ અને ભારતીયોને મોટી અસર થશે.

ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલર દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશ મુજબ, કેનેડાએ હાલના કેસોના બેકલોગને પતાવટ કરવા માતા-પિતા અને દાદા-દાદીની પીઆર સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે.

સરકારનું કહેવું છે કે અમારી કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે નવી પીઆર સ્પોનસરશિપને અટકાવી દેવામાં આવી છે. ઇમિગ્રેશન લેવલ પ્લાનના ભાગરૂપે આગામી ત્રણ વર્ષમાં એકંદરે પ્રવેશ ઘટાડવાનો છે, સરકારનું લક્ષ્ય આ વર્ષે ફેમિલી રીયુનિફિકેશન પ્રોગ્રામ દ્વારા સબમિટ કરવામાં આવેલી 15,000 અરજીઓ સ્વીકારવાનું છે.

મિલર દ્વારા રજૂ કરાયેલા ઇમિગ્રેશન પરના 2024 ના વાર્ષિક અહેવાલ અનુસાર, 2023 ના અંત સુધીમાં 40,000 થી વધુ માતા-પિતા અને દાદા-દાદીની સ્પોન્સરશિપ અરજીઓ બાકી હતી. અહેવાલમાં એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ અરજીઓ માટે સરેરાશ પ્રક્રિયા સમય હાલમાં 24 મહિનાનો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter