જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. શુક્રવારે વહેલી સવારે જયપુરમાં ડીપીએસ સ્કૂલ પાસેના પેટ્રોલ પંપ પર બ્લાસ્ટ થયો હતો. સીએનજી ગેસ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતા 12 લોકોના મોત થયા અને વાહનો બળી ગયા હતા. અકસ્માતના કારણે અજમેર હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. થોડી જ વારમાં એક ડઝનથી વધુ વાહનોમાં આગ લાગી હતી.
એક પછી એક અનેક બ્લાસ્ટ થયા
પહેલા એક સીએનજી ટ્રક અને અન્ય ટ્રક વચ્ચે ભારે ટક્કર થઈ હતી. આ ભીષણ અથડામણ બાદ સીએનજી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી એક પછી એક અનેક બ્લાસ્ટ થયા હતા. આજુબાજુના વાહનો પણ અથડાયા હતા. 20થી વધુ વાહનોમાં આગ લાગી હતી.
અકસ્માતમાં મુસાફરોથી ભરેલી બસ ઝપેટમાં આવી
આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. અકસ્માતમાં એક બસ પણ ફસાઈ ગઈ હતી. મુસાફરોએ કોઈક રીતે બસમાંથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગમાં દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે અને 39 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો
આ અકસ્માત શુક્રવારે સવારે 5.30 વાગ્યે ભાંક્રોટાકા ડી ક્લોથોન પાસે થયો હતો. હજુ પણ અનેક વાહનોમાં આગ લાગી છે. પોલીસ અને ફાયર વિભાગ વાહનોમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++