+

મુખ્યમંત્રીએ વરસાદની સ્થિતિની સમીક્ષા કરી, કલેકટરોને આપી આ સૂચના - Gujarat Post

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગાંધીનગરઃ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અચાનક સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાતે પહ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અચાનક સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યાં હતા. તેમણે સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડા જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને વરસાદની સ્થિતીની માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહેવા અને વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપી છે. તેમણે વહીવટી તંત્રને સતર્ક રહીને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંપર્કમાં રહેવા અને જિલ્લાની સ્થિતિની નિયમિત અપડેટ આપવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટને જરૂરી સ્થળોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ઉકેલવા આદેશ આપ્યો હતો. રાજ્ય સરકાર વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter