રાજકોટમાં CGSTના દરોડા, પ્રાઈડ ગ્રુપ અને ધ વન વર્લ્ડમાં તપાસ હાથ ધરી

06:19 PM Dec 12, 2024 | gujaratpost

રાજકોટમાં સીજીએસટીના દરોડા પડ્યા

શહેરના મોટા અને જાણીતા બે બિલ્ડર ગ્રૃપને ત્યાં તપાસ હાથ ધરી

રાજકોટઃ CGST ની ટીમે રાજકોટ શહેરના બે મોટા બિલ્ડર ગ્રૃપને ત્યાં દરોડા પાડ્યા છે. આજે બપોરે અમદાવાદની સીજીએસટી ટીમ રાજકોટ પહોંચીને પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડના અલગ અલગ પ્રોજેક્ટસ અને બિલ્ડરના ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવનાર પ્રતિષ્ઠિત પ્રાઇડ ગ્રુપના સંચાલક રોહિત રવાણી છે. બીજી કંપની ધ વન વર્લ્ડ ગ્રુપ દ્વારા પણ અનેક પ્રોજેક્ટ રાજકોટમાં બનાવવામાં આવ્યા હતા. આ બંન્ને કંપનીમાં CGST એ દરોડા પાડ્યા છે. કયા કારણોસર આ દરોડા પાડવામાં આવ્યા હતા તે જાણવા મળ્યું નથી

CGST ની ટીમે પ્રાઇડગ્રૃપ, આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળિયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ પ્રોજેક્ટ પર તપાસ હાથ ધરી છે. તપાસ બે દિવસ ચાલે તેવી શક્યતા છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે.

વન વર્લ્ડ ગ્રૃપના બિલ્ડર પ્રિતેશ પટેલ ભાજપના નેતા જયેશ રાદડિયા, રમેશ ટીલાળા, ભરત બોઘરા અને RBA પ્રમુખ પરેશ ગજેરા સાથે સારા સંબંધો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++