મોટા કૌભાંડનો પર્દાફાશ, દેશની 40 મેડિકલ કોલેજો પર CBI ના દરોડા, ગુજરાતના કલોલમાં સ્વામી ભક્તવત્સલ દાસ કોલેજ વિરુધ્ધ પણ કાર્યવાહી

10:52 AM Jul 05, 2025 | gujaratpost

(FILE PHOTO)

મુંબઇઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દેશભરમાં મોટી કાર્યવાહી કરી છે. નકલી ફેકલ્ટી અને નકલી વિદ્યાર્થીઓની મદદથી મેડિકલ કોલેજોને માન્યતા આપવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ સમગ્ર ષડયંત્રને આરોગ્ય મંત્રાલય, રાષ્ટ્રીય તબીબી આયોગ, ખાનગી મેડિકલ કોલેજો અને વચેટિયાઓના નેટવર્ક દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. નેટવર્કના સભ્યો મેડિકલ કોલેજને માન્યતા માટે નિરીક્ષણ વિશે અગાઉથી જાણ કરતા હતા.

આ પછી, મેડિકલ કોલેજના નિરીક્ષણ દરમિયાન નકલી ફેકલ્ટી અને નકલી મેડિકલ વિદ્યાર્થીઓને ઉભા રાખવામાં આવતા હતા. કોલેજના મૂલ્યાંકનકારોનાં નામ પણ આપવામાં આવ્યાં હતા, જેથી નિરીક્ષણ પહેલાં તેમને લાંચ આપવામાં આવી હતી અને કોલેજની તરફેણમાં રિપોર્ટ આપવા માટે તૈયાર કરવામાં આવ્યાં હતા.

Trending :

જાણો આરોપીઓ કોણ છે ?

મયુર રાવલ, રજિસ્ટ્રાર, ગીતાંજલી યુનિવર્સિટી ઉદેપુર-રાજસ્થાન, આર રણદીપ નાયર, પ્રોજેક્ટ હેડ, મેસર્સ ટેક્નિફાઇ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. નવી દિલ્હી, શ્રી રાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, રાયપુર-છત્તીસગઢ,રવિશંકર મહારાજ, ચેરમેન, શ્રી રાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, રાયપુર-છત્તીસગઢ, અતુલ કુમાર તિવારી, ડિરેક્ટર, શ્રી રાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, નવા રાયપુર-છત્તીસગઢ, ડીપી સિંહ, ચાન્સેલર,ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સ્ટડીઝ.

મુંબઈની રાવતપુરા સરકાર ઈન્સ્ટિટ્યૂટના ડૉ.અતિન કુંડુ, લક્ષ્મીનારાયણ ચંદ્રાકર, એકાઉન્ટન્ટ અને સંજય શુક્લા, ડૉ. મંજપ્પા સીએન, ઑર્થોપેડિક્સના પ્રોફેસર અને વિભાગના વડા, માંડ્યા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, માંડ્યા-કર્ણાટક, ડૉ. સતીશ, બેંગ્લોર, NMC નિરીક્ષણ ટીમના સભ્યો ડૉ. ચૈત્ર એમ.એસ., ડૉ. પી. રજની રેડ્ડી અને ડૉ. અશોક શેલ્કે, ડૉ. બી. હરિ પ્રસાદ, અનંતપુર-આંધ્રપ્રદેશ, ડૉ. એ. રામબાબુ, શ્રીનગર કોલોની, હૈદરાબાદ-તેલંગાણા, ડૉ. કૃષ્ણ કિશોર લલિતા નગર, વિશાખાપટ્ટનમ-આંધ્ર પ્રદેશ, શ્રી વેંકટ-ડી.ગાયત્રી મેડિકલ કોલેજ, વિશાખાપટ્ટનમ, જોસેફ કોમરેડ્ડી, ફાધર. કોલંબો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, વારંગલ, શિવાની અગ્રવાલ, આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર, એનસીઆર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ,મેરઠ, સ્વામી ભક્તવત્સલ દાસ, સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, કલોલ, ગાંધીનગર-ગુજરાત સહિત અન્ય અજાણ્યા સરકારી અને ખાનગી અધિકારીઓ અને કર્મચારીઓ. આ તમામ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++