અમદાવાદ: શહેરમાં આવેલી અનિલ બાયોપ્લસ લિમિટેડ (ABL) કંપની સામે બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ. 121 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ મામલે, સીબીઆઈએ કંપનીના ડાયરેક્ટરો અમોલ શેઠ, દર્શન મહેતા અને નલિન ઠાકુરના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા.
બેંક ઓફ ઈન્ડિયાએ સીબીઆઈને ફરિયાદ કરી હતી કે ABL કંપની અને તેના ડાયરેક્ટરોએ ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતી આપીને બેંક પાસેથી લોન લીધી હતી. આ લોનનો ઉપયોગ જે કામ માટે કરવામાં આવ્યો હતો, તેના બદલે અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો, જેના કારણે બેંકને મોટું નાણાકીય નુકસાન થયું.
આ ફરિયાદ મળ્યા બાદ, સીબીઆઈએ અમદાવાદ અને ગાંધીનગરમાં ABL કંપનીની ઓફિસો તેમજ ડાયરેક્ટરોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. દરોડા દરમિયાન, સીબીઆઈને ઘણા મહત્વના દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને અન્ય પુરાવા મળ્યા છે, જે આ છેતરપિંડીને ઉજાગર કરવામાં મદદ કરશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/