+

ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત, લોકસભા ચૂંટણી પહેલા દેશમાં લાગુ થશે CAA- Gujarat Post

નાગરિકતા સંશોધન અધિનિયમ(સીએએ) લાગુ કરાશે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે, સીએએથી કોઇની નાગરિકતા છીનવાશે નહીંઃ શાહ નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી લોકસભા ચૂંટણી

નાગરિકતા સંશોધન અધિનિયમ(સીએએ) લાગુ કરાશે

મુસ્લિમોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે, સીએએથી કોઇની નાગરિકતા છીનવાશે નહીંઃ શાહ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને 300થી વધુ બેઠકો મળવાનો દાવો થઇ રહ્યો છે, NDAને 400થી વધુ બેઠકો મળવાનો અંદાજ છે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પણ સમજી ગયા છે કે તેમને ફરી વિપક્ષમાં બેસવું પડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમ ફરીથી કેન્દ્રમાં મોદી સરકાર આવશે તેવો દાવો કર્યો છે.

શાહે કહ્યું, અમે બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કરી છે, જે અગાઉના જમ્મુ- કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી. તેથી, અમને વિશ્વાસ છે કે દેશની જનતા એનડીએને 400થી વધુ બેઠકો સાથે આશીર્વાદ આપશે.

શાહને રાષ્ટ્રીય લોકદળ, શિરોમણી અકાલી દળ અને કેટલાક પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનમાં જોડાવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે ગૃહમંત્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પરિવાર નિયોજનમાં માને છે, પરંતુ રાજકારણમાં નહીં. જ્યારે એસએડી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. 2024ની ચૂંટણી એનડીએ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે નહીં, પરંતુ વિકાસ અને માત્ર નારા લગાવનારાઓ વચ્ચે હશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' પર, તેમણે કહ્યું કે નેહરુ-ગાંધી પરિવારના વંશજોને આવી કૂચ સાથે આગળ વધવાનો કોઈ અધિકાર નથી. કારણ કે 1947માં દેશના ભાગલા માટે તેમની પાર્ટી જવાબદાર હતી. સાથે જ દેશમાં સીએએ લાગુ કરવાની પણ તેમને વાત કરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter