+

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શેરમાં કડાકો- Gujarat Post

(Photo: ANI) Adani Stocks Down Hindenburg Report: હિંડનબર્ગના રિપોર્ટ બાદ સૌની નજર સોમવારે શેરબજાર ખૂલવા પર હતી. હાલ સેન્સેક્સ 340 પોઇન્ટ અને નિફ્ટી 110 પોઇન્ટ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે. હિં

(Photo: ANI)

Adani Stocks Down Hindenburg Report: હિંડનબર્ગના રિપોર્ટ બાદ સૌની નજર સોમવારે શેરબજાર ખૂલવા પર હતી. હાલ સેન્સેક્સ 340 પોઇન્ટ અને નિફ્ટી 110 પોઇન્ટ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે. હિંડનબર્ગના રિપોર્ટની અસર અદાણી ગ્રુપના સ્ટોક્સ પર જોવા મળી હતી અને અદાણી એન્ટરપ્રાઈઝના સ્ટોક્સમાં 5 ટકાનો એકસાથે કડાકો બોલાઈ ગયો હતો.

અદાણી પાવર શેર 3.65% ના કડાકા સાથે રૂ. 670 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 4.81% ઘટીને રૂ. 828 પર ટ્રેડ થઈ રહ્યો છે. અદાણી વિલ્મરનો શેર 2.56% ઘટીને રૂ. 375.30ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો સ્ટોક 2.96% ઘટીને રૂ. 1,728.05 પર છે.

ગઈકાલે સાંજે રાહુલ ગાંધીએ પણ હિંડનબર્ગના રિપોર્ટ બાદ કહ્યું હતું કે, નાના છૂટક રોકાણકારોની સંપત્તિની સુરક્ષા માટે જવાબદાર સેબીની પ્રતિષ્ઠાને તેના અધ્યક્ષ સામેના આરોપોથી ગંભીર નુકસાન થયું છે. દેશભરના પ્રમાણિક રોકાણકારો પાસે સરકાર માટે મહત્વપૂર્ણ પ્રશ્નો છે - સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી ? જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે છે, તો તેના માટે કોણ જવાબદાર હશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી ? જે નવા અને ગંભીર આરોપો સામે આવ્યાં છે તે જોતાં શું સુપ્રીમ કોર્ટ આ મામલાની ફરીથી પોતાની રીતે તપાસ કરશે ? તેમણે કહ્યું કે હવે તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદી જેપીસી તપાસથી આટલા ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter