બ્રિટનમાં રમખાણોથી હડકંપ, અનેક જગ્યાએ વાહનોમાં લગાવાઇ આગ

11:00 AM Jul 19, 2024 | gujaratpost

અનેક રસ્તાઓ કરવા પડ્યાં બંધ

તોફાનીઓએ વાહનો સળગાવી દીધા

લંડનઃ અહીંના લિડ્સ શહેરમાં રમખાણો થયા છે, શહેરના અનેક રસ્તાઓ પર વાહનોમાં તોડફોડ કરાઇ છે અને આગ ચાંપી દેવામાં આવી છે. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. ટોળાંએ પોલીસ વાહનોને પણ નિશાન બનાવ્યાં છે.

રમખાણોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી છે જે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી ચાઈલ્ડ કેર હોમમાં રાખવા માગતી હતી. તેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. વેસ્ટ યોર્કશાયર પોલીસે કહ્યું કે લીડ્સના હેરહિલ્સ વિસ્તારની લક્ઝર સ્ટ્રીટ નજીક આ ભીડે તોફાન કર્યું હતુ. તોફાનીઓમાં યુવાનો અને બાળકો પણ હતા.

તોફાનોના વીડિયો વાઇરલ થઇ રહ્યાં છે, જેમાં એક બસ પણ સળગાવી દેવામાં આવી છે, પોલીસે સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે અને તોફાની તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526