+

શેખ હસીનાને પાછા લાવો અને ફાંસી પર લટકાવો, બાંગ્લાદેશમાં રસ્તાઓ પર લોકોનો આક્રોશ

ઢાકાઃ મોહમ્મદ યુનુસે દેશની કમાન સંભાળી છે અને શેખ હસીનાએ દેશ છોડ્યાં પછી પણ બાંગ્લાદેશમાં લોકોનો ગુસ્સો શાંત થઈ રહ્યો નથી. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સહિત લોકો ફરી રસ્તા પર ઉતરી આવ્યાં છે અને તેમની માં

ઢાકાઃ મોહમ્મદ યુનુસે દેશની કમાન સંભાળી છે અને શેખ હસીનાએ દેશ છોડ્યાં પછી પણ બાંગ્લાદેશમાં લોકોનો ગુસ્સો શાંત થઈ રહ્યો નથી. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સહિત લોકો ફરી રસ્તા પર ઉતરી આવ્યાં છે અને તેમની માંગ છે કે શેખ હસીનાને ભારતથી પરત લાવવામાં આવે અને ફાંસી પર લટકાવવામાં આવે, જ્યારે બાંગ્લાદેશમાં તેમના પર કેસ ચાલશે ત્યારે જ સાચો ન્યાય મળશે.

પ્રદર્શનકારીઓની માંગ છે કે શેખ હસીના પર બાંગ્લાદેશમાં કેસ થવો જોઈએ. લોકો ઈચ્છે છે કે હસીનાને દેશમાં પરત લાવવામાં આવે. એક વિદ્યાર્થીએ કહ્યું કે શેખ હસીનાએ અમારા પર અનેક આરોપ લગાવ્યાં, પરંતુ તે ભ્રષ્ટ છે. અમે ભારતીય વડાપ્રધાન મોદી પાસે માંગ કરીએ છીએ કે તેઓ શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી દે.

વિદ્યાર્થી વિરોધીઓનું કહેવું છે કે અમારી લડાઈ માત્ર ભ્રષ્ટાચાર સામે હતી. અમે પહેલા પણ હિંદુઓ સાથે રહેતા હતા અને હવે પણ સાથે રહીશું. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના મામલે તાજેતરમાં જ મોહમ્મદ યુનુસે હિંદુઓની સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે રવિવારે કહ્યું કે શેખ હસીનાની ક્રૂર તાનાશાહીએ તેમના શાસન દરમિયાન દેશની દરેક સંસ્થાને નષ્ટ કરી દીધી છે. ચૂંટણીમાં સ્પષ્ટપણે ગેરરીતિ થઈ હતી.

પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ ઢાકામાં FIR નોંધવામાં આવી છે. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન બે લોકોના મોતના સંબંધમાં તેમની સામે હત્યાના બે નવા કેસ નોંધવામાં આવ્યા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter