એસ કે નંદાએ ગુજરાતમાં અનેક મહત્વના વિભાગો સંભાળ્યાં હતા
વર્ષો સુધી ગુજરાત સરકારમાં કામ કર્યું હતુ
ગાંધીનગરઃ ગુજરાતના લોકો માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેનારા નિવૃત્ત આઈએએસ એસ. કે. નંદાનું 68 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું છે. તેઓ અમેરિકામાં તેમની પુત્રીને મળવા ગયા હતા. આરોગ્ય વિભાગમાં તેમની સેવાઓને ઘણી વખત બિરદાવવામાં આવી છે. ભૂજના ભૂંકપની રાહત કામગીરીની દેખરેખ રાખવા માટે અને વિનાશ બાદ રોગચાળો ફેલાય નહીં તેની ખાતરી કરવા માટેની નોંધ લેવાઇ હતી. સરકારની નીતિ વિષયક બાબતોથી આયુર્વેદ, આદિજાતિ વિકાસ અને રક્તદાનના કામોમાં તેમનો મોટો ફાળો રહ્યો છે.
ડૉ. એસ.કે.નંદા નિવૃત્ત આઈએએસ અધિકારી હતા. તે એક સિનિયર આઈએએસ અધિકારી તરીકે વર્ષો સુધી કામ કરી ચુક્યાં છે.ગુજરાત સરકારમાં તેમની કારકિર્દી મહત્વપૂર્ણ રહી છે. તેઓ ગુજરાતના મહત્વના વિભાગો જેવા કે હેલ્થ, ટુરિજમ, ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ફાઈનાન્સ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, ફોરેસ્ટ એન્ડ એન્વાયરોન્મેન્ટ સંભાળી ચૂક્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/