બ્રાઝિલમાં રોડ અકસ્માતમાં 38 લોકોના મોત, ટ્રક અને બસની ટક્કર બાદ લોકો જીવતા સળગી ગયા

03:42 PM Dec 22, 2024 | gujaratpost

બ્રાઝિલઃ મિનાસ ગેરાઈસ રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે જેમાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. બસનું ટાયર ફાટતાં આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

સાઓ પાઉલોથી નીકળેલી બસમાં 45 મુસાફરો સવાર હતા, પરંતુ રસ્તામાં તેનું ટાયર ફાટી જતા તે એક ટ્રક સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી, જેમાં 38 લોકો જીવતા સળગી ગયા હતા. આ અકસ્માત સવારે 4 વાગ્યે થયો હતો. આ અકસ્માત હાઈવે BR-116 પર થયો હતો.

પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળેથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મિનાસ ગેરાઈસના ગવર્નર રોમ્યુ ઝેમાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમણે ટીઓફિલો ઓટોનીમાં BR-116 પર થયેલા દુ:ખદ અકસ્માતના પીડિતોને સહાય અને તેમના પરિવારોને મદદ કરવાનો આદેશ આપ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++