અમદાવાદમાં ઘરમાં આવેલા પાર્સલમાં થયો બ્લાસ્ટ, ચાંદખેડામાં પારિવારિક ઝઘડામાં રચાયું હતુ આ ષડયંત્ર

07:46 PM Dec 21, 2024 | gujaratpost

અમદાવાદઃ ચાંદખેડામાં પાર્સલ બ્લાસ્ટની ચકચારી ઘટના બની હતી. ત્રણ ઈસમો દ્વારા પાર્સલ આપીને ઘરની બહાર બ્લાસ્ટ કરાયો હતો. ત્યારે આ બ્લાસ્ટ પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી છે. છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું હતું. પાર્સલ ખોલનાર લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બ્લાસ્ટમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા એકની હાલત ગંભીર છે.

બળદેવભાઈ સુખડિયાના ઘરે પાર્સલ મોકલી બ્લાસ્ટ કરીને તેમને મારી નાખવાનું ષડયંત્ર હતુ, બ્લાસ્ટ થતાની સાથે જ બળદેવભાઈના ભાઈને ઇજાઓ થઈ હતી, જેથી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જે બાદ પાર્સલ આપનાર યુવકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ઘટના પાછળ જવાબદાર અન્ય ઈસમોના નામ પણ પોલીસ પાસે પહોંચી ગયા છે. બનાવ બનતા JCP નીરજ બડગુજર ઘટના સ્થળે દોડી ગયા હતા.

JCP નીરજ બડગુજરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બ્લાસ્ટ કરાવવાનું કારણ પારિવારિક ઝઘડો છે. પાર્સલ આપવા આવનાર ગૌરવ નિરંજનભાઇ ગઢવીની ધરપકડ કરી લેવામાં આવી છે. સવારે 10:45 શિવમહરો હાઉસમાં બળદેવભાઈના ઘરે ગૌરવ ગઢવી પાર્સલ લઈને પહોંચ્યો હતો. આ બ્લાસ્ટમાં દારૂખાના, બેટરી રિમોટ જેવી ઈલેક્ટ્રીક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Trending :

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++