લાહોરઃ ભારતના સંભવિત હુમલાથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે, અહેવાલ મુજબ ઘણા લોકો દેશ છોડી રહ્યાં છે. આર્મીના અધિકારીઓના પરિવાર બાદ બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડી દીધું હોવાના અહેવાલ સામે આવ્યાં છે.
અગાઉ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના પરિવારે દેશ છોડી દીધો હતો. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટોનો પરિવાર પાકિસ્તાન છોડીને કેનેડા ભાગી ગયો હોવાના અહેવાલ છે. જેના પરથી ભારત કઈંક મોટું કરશે તેવું લાગી રહ્યું છે.
ગઈકાલે બિલાવલ ભુટ્ટો ભારતને ધમકી આપી હતી કે જો પાકિસ્તાનનું પાણી બંધ કરવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે. આ ધમકીના ગણતરીના કલાકોમાં જ તેમના પરિવારના સભ્યો બખ્તાવર ભુટ્ટો અને આસિફા ભુટ્ટો પાકિસ્તાન છોડીને કેનેડા ચાલ્યાં ગયા છે.
ભારત દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ જોઈને પાકિસ્તાન સેનાનું મનોબળ નબળું પડી ગયું હોય એવું લાગે છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાની સેનાના ઘણા અધિકારીઓએ તેમના પરિવારોને વિદેશ મોકલી દીધા છે. મતલબ સ્પષ્ટ છે કે પાકિસ્તાની સેનાના અધિકારીઓને વિશ્વાસ નથી કે તેઓ તેમના દેશની રક્ષા કરી શકશે.