Bigg Boss 18 Winner: નાના પડદાના સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ 18 નો ગ્રાન્ડ ફિનાલે જે 19 જાન્યુઆરી 2025 સુધી ચાલ્યો હતો, તે ખૂબ જ મજેદાર રહ્યો હતો. મોડી રાતના ફિનાલેમાં શોના સૌથી લોકપ્રિય સ્પર્ધક કરણવીર મહેરાને આ સિઝનના વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે કરણવીરની સાથે સ્પર્ધકોનો વિરોધ અને સમર્થન કરનાર વિવિયન ડીસેનાને રનર અપ જાહેર કરવામાં આવ્યાં હતા.રજત દલાલ ટોપ 3માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. આ સાથે ટ્રોફીની સાથે કરણવીર મહેરાએ 50 લાખ રૂપિયા પણ જીત્યા છે. જ્યારે ઈશા સિંહ અને ચમ દારંગનું બિગ બોસ સીઝન 18ના વિજેતા બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.
બિગ બોસ 18ના સ્પર્ધકોની યાદી
બિગ બોસ સીઝન 18 4 ઓક્ટોબર, 2024 ના રોજ પ્રસારિત થયો હતો. આ વખતે વિવિયન ડીસેના, કરણવીર મહેરા, અવિનાશ મિશ્રા, ચાહત પાંડે, એલિસ કૌશિક, ઈશા સિંહ, મુસ્કાન બામને, શેહઝાદા ધામી, શિલ્પા શિરોડકર, ગુણરત્ન સદાવર્તે, અરફીન ખાન, સારા અરફીન ખાન, તજિન્દર સિંહ બગ્ગા, હેમા શર્મા ઉર્ફે વિરલ ભાભી, શ્રુતિકા અર્જુન, નાયરા એમ બેનરજી, ચૂમ દરંગ અને રજત દલાલ હતા.
કોણ છે કરણવીર મહેરા ?
કરણવીર મહેરા છેલ્લા 19 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે. તેણે ઘણા ટીવી શો કર્યા. તેણે 2005થી ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે રોહિત શેટ્ટીનો શો ખતરો કે ખિલાડી 14 નો વિનર પણ રહી ચૂક્યો છે. આમાં તેણે 20 લાખ રૂપિયાની સાથે શાઇનિંગ ટ્રોફી પણ જીતી હતી. કરણવીરે ક્રિષ્ના શ્રોફ અને ગશ્મીર મહાજનીને હરાવીને વિજેતાની ટ્રોફી જીતી હતી. કરણ વીરે વર્ષ 2004માં શો રીમિક્સથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે બીવી ઔર મેં, રાગિની એમએમએસ 2, મેરે ડૅડ કી મારુતિ અને ઈટ્સ નોટ ધેટ સિમ્પલમાં જોવા મળ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++