નેપાળમાં મોટી દુર્ઘટના, 40 મુસાફરોને લઈને જતી ભારતીય બસ નદીમાં ખાબકી, 14 મુસાફરોનાં મોત

04:16 PM Aug 23, 2024 | gujaratpost

કાઠમંડુઃ 40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નેપાળની મર્સ્યાંગડી નદીમાં પડી હતી. આ અકસ્માત તનાહુન જિલ્લામાં થયો હતો. તનાહુન જિલ્લા પોલીસ કચેરીના ડીએસપીએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી છે. આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.

બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી

યુપી નંબરવાળી આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. તે સમયે તનાહુન જિલ્લાની મર્સ્યાંગદી નદીમાં પડી હતી. બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા. જેમાંથી 14 લોકોનાં મોત થયા છે જ્યારે 16 મુસાફરોને બચાવી લેવાયા છે. આ દરમિયાન નેપાળ આર્મીનું MI-17 હેલિકોપ્ટર મેડિકલ ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયું છે. હેલિકોપ્ટરે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના હેલિપેડ પરથી ઉડાન ભરી હતી.

ગોરખપુરથી તીર્થયાત્રીઓનું એક જૂથ નેપાળ જવા રવાના થયું હતું

ભારતીય લોકોનું એક જૂથ નેપાળ ફરવા ગયું હતું. આ તમામ લોકો એકથી ત્રણ બસમાં ગોરખપુરથી નેપાળ જવા નીકળ્યાં હતા. પરંતુ નેપાળમાં મુગલિંગ પહેલા બસને 5 કિમી પહેલા અકસ્માત થયો હતો. તીર્થયાત્રામાં ભાગ લેનારા લોકોના સમૂહ સાથે સંપર્ક કરવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.

નાગરકોટના જંગલમાંથી ગુમ થયેલા ત્રણ ભારતીયોને બચાવી લેવાયા  

આ પહેલા 18 ઓગસ્ટના રોજ ત્રણ ભારતીય પ્રવાસીઓ અને તેમના નેપાળી ગાઈડને નાગરકોટ જંગલમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા, પ્રવાસીઓ નીતિન તિવારી, રશ્મિ તિવારી અને તનિશ તિવારી અને તેમના નેપાળી માર્ગદર્શક હરિ પ્રસાદ ખારેલ કાઠમંડુથી 30 કિમી પૂર્વમાં ભક્તપુર જિલ્લાના નાગરકોટ જંગલમાં મુહન પોખરી રાની ઝુલા વિસ્તારમાંથી ગુમ થયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526