સરકારની વધુ એક નિષ્ફળતા...NEET નું પેપર પહેલા જ ફૂટી ગયું હતું, લાખો વિદ્યાર્થીઓ નિરાશ

10:27 AM Jun 20, 2024 | gujaratpost

પટનાઃ NEET UG 2024 પેપર લીક કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પટનાથી ધરપકડ કરાયેલા ઉમેદવાર અનુરાગ યાદવે કબૂલાત કરી છે કે તેને પરીક્ષા પહેલા પેપર મળી ગયા હતા. તેમને આખી રાત પ્રશ્નોના જવાબો તૈયાર કરાવવામાં આવ્યાં હતા. એક્ઝામિનેશન હોલમાં ગયા પછી મને બધા પ્રશ્નો સરખા જ જણાયા. મારા કાકા એટલે કે સિકંદર યાદવેન્દ્રએ મને કોટાથી ફોન કર્યો હતો કે પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. મારું પરીક્ષા કેન્દ્ર પટનાની દિબાઈ પાટીલ સ્કૂલ હતું. પરીક્ષા પછી પોલીસે મારી ધરપકડ કરી હતી.

અનુરાગ યાદવ એક મંત્રીની સલાહ પર પટનાના સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. રહેવાની તમામ વ્યવસ્થા સિકંદર યાદવેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. બિહાર ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ NEET UG પેપર લીક કેસની તપાસ કરી રહ્યું છે. પેપર લીક કેસના માસ્ટર માઈન્ડ સિકંદરની પણ ધરપકડ કરવામાં આવી છે.

જળ સંસાધન વિભાગમાં કામ કરતા સિકંદરને ધરપકડ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 13થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. NEET UG પરીક્ષામાં હાજર રહેલા 5 ઉમેદવારો પણ છે. આ કેસમાં યુપી, બિહાર અને મહારાષ્ટ્રના 9 ઉમેદવારોને 18 અને 19 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526