ભરૂચઃ એસીબીએ ફરી એક વખત સપાટો બોલાવી દીધો છે, રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવા, સરપંચ, અને લખુ છોટુભાઈ વસાવા, (ખાનગી વ્યક્તિ), ધંધો-ખેતી, બંને રહે.ગામ- નાંદ, નવીનગરી, જી.ભરૂચને રૂપિયા 22 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીએ ધી ભરૂચ ડીસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક, ભરૂચ મુખ્ય શાખાની સામે ચાલતા નવા બાંધકામના પાર્કીંગમાં જ લાંચ લીધી અને એસીબીના હાથે ઝડપાઇ ગયા.
ફરીયાદીએ નાંદ ગ્રામ પંચાયતના વિકાસના કામનો કોન્ટ્રાક્ટ મળતા તે કામ પુર્ણ કરીને કામના બિલો મંજુર થઇને આવેલા, જેમા તલાટી કમ મંત્રીની સહી થઈ ગયેલી અને આરોપી સરપંચની સહી બાકી હતી, જે સહી કરવા ફરીયાદી અવાર-નવાર આરોપી સરપંચને મળ્યાં હતા, જેમાં
ચેકમાં સહી કરવાના રૂ.22 હજારની લાંચ માંગવામાં આવી હતી.
લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો, એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં ખાનગી વ્યક્તિ લાંચ લેતા ઝડપાયો હતો, બંને આરોપીઓ સામે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપીંગ અધિકારીઃ એમ.જે.શિંદે. પો.ઈન્સ. એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ તથા સ્ટાફ
સુપર વિઝન અધિકારીઃ પી. એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526