આરોપી અને પીડિતા બંને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું
આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું
પહેલી વખત કૃત્ય કર્યુ ત્યારે આબરૂના ડરથી ફરિયાદ ન કરતાં બીજી વખત નરાધમથી હિંમત ખૂલી
ભરૂચ: ઝઘડિયામાં બનેલી જઘન્ય દુષ્કર્મની ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું છે. 10 વર્ષની બાળકીની હાલત ઘણી જ નાજુક છે. બે-બે મોટા ઓપરેશન બાદ પણ માસૂમ મોત સાથે લડી રહી છે. પેટમાં લીધેલા ટાંકામાંથી એક ટાંકો તૂટતા તેને ફરી ઈન્ફેક્શન લાગ્યું છે અને તે હાલ 10 તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ છે. હાલ તેની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં પોલીસે નરાધમ આરોપી વિજય પાસવાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ગુરુવારે હવસખોર આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જ્યાં તેણે કઈ જગ્યા પર લઈ જઈને બાળકીનું કઈ રીતે દુષ્કર્મ કર્યું તે જણાવ્યું હતું.
આ કેસમાં ચોંકાવનારી વાત તો એ છે કે, આરોપીએ માત્ર 10 વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં સળિયા જેવો પદાર્થ નાંખીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકીની હાલત ઘણી જ ગંભીર છે. તેના બે ઓપરેશન કરવામાં આવ્યા છતાં પણ તેની તબિયત સ્થિર નથી થઈ રહી. બાળકી ડોક્ટરની ટીમના ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ આખી ઘટના દિલ્હીની નિર્ભયાની યાદ અપાવી દીધી છે. સાથે જ લોકોમાં પણ જોરદાર રોષ વ્યાપી ગયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++