+

ભારત બંધઃ પટનામાં વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ વચ્ચે SDM પણ આવ્યાં ઝપેટમાં, જુઓ વીડિયો

પટના: આજે દેશભરમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. પટનામાં અનામત મુદ્દે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. પોલીસે હંગામો મચાવતા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. ભારત બંધનું સમર્

પટના: આજે દેશભરમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. પટનામાં અનામત મુદ્દે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. પોલીસે હંગામો મચાવતા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. ભારત બંધનું સમર્થન કરી રહેલા લોકો બુધવારે સવારથી જ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. તેના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આવી સ્થિતિમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો  પોલીસે ભૂલથી SDM પર પણ લાઠીચાર્જ કર્યો હતો.

ભારત બંધમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. પટનામાં પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને લોકોને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસકર્મીએ SDM પર પણ લાઠીચાર્જ કર્યો હતો. આ પછી ત્રણ પોલીસકર્મીઓ SDMની આસપાસ ફરતા જોવા મળ્યાં હતા.

ત્યાં હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જેઓ એસડીએમને ઓળખી ગયા હતા અને તેઓએ તરત જ જવાનોને રોક્યાં હતા. આ પછી, પોલીસ અધિકારીઓ અને જવાનોએ આ માટે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ભૂલથી થયું છે. વીડિયોમાં સૈનિકો માફી માગતા અને ખેદ વ્યક્ત કરતા સાંભળી શકાય છે.

સવારથી જ બિહારના ઘણા વિસ્તારોમાં ભારત બંધની અસર દેખાવા લાગી હતી. પટનામાં પ્રદર્શનકારીઓને મહેન્દ્રુ આંબેડકર હોસ્ટેલ પાસે રોડ બ્લોક કરી દીધો અને આગ ચાંપી દીધી હતી. પોલીસ પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને શાંતિ જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મોટી સંખ્યામાં બંધ સમર્થકોએ જહાનાબાદના મુખ્ય માર્ગો પર ખાસ કરીને પટના-ગયા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઉન્ટા વળાંક પાસે રોડ બ્લોક કર્યો હતો. પ્રદર્શનકારીઓને સરકાર પાસે માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને વટહુકમ દ્વારા રદ કરવામાં આવે.

ભારત બંધનું એલાન શા માટે કરવામાં આવ્યું ?

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક નિર્ણય આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ SC-ST જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી. ઘણી જ્ઞાતિઓ વધુ પછાત હોઈ શકે છે. આ માટે કોર્ટે ગટર સાફ કરનારા અને વણકરોનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ બંને જાતિઓ SC શ્રેણીમાં આવે છે. આ જાતિમાંથી આવતા લોકો બાકીના લોકો કરતા વધુ પછાત છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter