બાયડના નવા ઉંટરડાની સનસનીખેજ ઘટના...નિવૃત શિક્ષકે ગ્રાઇન્ડરથી પત્નીનું ગળું કાપ્યુ, જાતે ગળે ટૂંપો દઇને કરી આત્મહત્યા

07:51 PM Apr 16, 2024 | gujaratpost

ગામમાં આ ઘટના બનતા લોકોના ટોળાં ભેગા થઇ ગયા

એક નિવૃત શિક્ષકે ભર્યું આ પગલું

પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

એક પરિવાર આજે વિખેરાઇ ગયો

બાયડઃ નવા ઉંટરડા ગામમાં સનસનાટી મચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક નિવૃત શિક્ષકે ગ્રાઇન્ડરથી પોતાના પત્નીનું ગળું કાપીને હત્યા કર્યા બાદ પોતે ગળે ટૂંપો દઇને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવથી સમગ્ર પંથકમાં સનસની મચી ગઇ છે. કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ અકબંધ છે. આંબલિયારા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને આ બનાવની તપાસ હાથ ધરી છે.

બાયડ તાલુકાના નવા ઉંટરડા ગામમાં પ્રજાપતિ વિષ્ણુભાઇ મણીભાઇ (ઉ.વ-59) એક વર્ષ પહેલા જ નિવૃત થયા હતા. તેઓ ડાયાબિટીસ અને અન્ય બિમારીથી પીડિત હતા. તેમને કોઇ કારણસર ગત રાત્રે તેમના પત્ની કુસુમબેનને રસોડામાં લઇ જઇને ગ્રાઇન્ડરથી ગળું કાપીને કરપીણ હત્યા કરી હતી. બાદમાં પોતે ગળે ટૂપો દઇને આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાની જાણ થતા આંબલિયારા પોલીસે સ્થળ પર પહોંચીને બંનેના મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યાં હતા. પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો પણ તેમના ઘરે ભેગા થઇ ગયા હતા. આ પરિવાર વર્ષોથી અહીં રહેતો હતો અને તેમને કેમ આ પગલું ભર્યું છે તેની તપાસ થઇ રહી છે, હાલમાં પોલીસે પાડોશીઓની પૂછપરછ હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post