બાયડના આંબલિયારામાં નકલી ASI ઝડપાયો, પિતા-પુત્રએ પોલીસમાં નોકરી અપાવાના બહાને આચરી છેતરપિંડી

10:53 AM Jan 10, 2025 | gujaratpost

અરવલ્લી: રાજ્યમાં નકલી CMO, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી PMO, નકલી ટોલનાકા, નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ બાદ હવે નકલી ASI સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં પોલીસમાં ASI તરીકને ઓળખ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે.

બાયડના આંબલીયારા ગામના નીમેશ અશોકભાઇ ચૌહાણ ASI તરીકેની ઓળખાણ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. 6 યુવકો પાસેથી 13.50 લાખ રૂપિયા લઇને ગાંધીનગર ખાતેની વિવેકાનંદ એકેડમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે છેતરપિંડી કરી હતી. પુત્ર નીમેશ અશોકભાઇ ચૌહાણ અને તેના પિતા અશોક ધુળાભાઇ ચૌહાણ આંબલિયારા પોલીસ સ્ટેશનમાં GRDમાં 2 વર્ષથી ફરજ બજાવતા હતા.

આંબલીયારાનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરીને પોતે પોલીસ હોવાની ઓળખ આપતો હતો. બાયડ પોલીસે ફરિયાદના આધારે નીમેશ અશોકભાઇ ચૌહાણ અને અશોક ધુળાભાઇ ચૌહાણ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++