ભાજપની તમામ સીટ પર 5 લાખની લીડની વાતો પોકળ સાબિત થઈ
કોંગ્રેસે એક બેઠક પર જીત મેળવીને ભાજપનો નશો ઉતાર્યો
શંકર ચૌધરી હાલ વિધાનસભા અધ્યક્ષ છે, બનાસકાંઠાની હાર માટે તેમના પર ફોડાયું ઠીકરું
Banaskantha Lok Sabha Result: ગુજરાતમાં ભાજપે 26માંથી 25 બેઠક જીતતા હેટ્રિક થઈ શકી ન હતી. બનાસકાંઠા સીટ પરથી કોંગ્રેસે ગેનીબેન ઠાકોરે ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. રેખાબેન સામે સ્થાનિક સ્તરેથી જ વિરોધ હતો. રેખાબેન ચૌધરીને બદલવાની માંગ ઉગ્ર બનતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી હતી. શંકર ચૌધરીને ઉમેદવાર યથાવત રાખવાની જીદ સામે પાટીલે નમતુ જોખ્યુ હતું. જેના કારણે સ્થાનિક નેતાઓની રજૂઆતને ધ્યાને લેવામાં આવી ન હતી. આખરે ગેનીબેન ઠાકોરે ભાજપના ગઢમાં ગાબડુ પાડયુ હતું. જો રેખાબેન ચૌધરીને બદલવામાં આવ્યાં હોત તો કદાચ ભાજપનુ ક્લીન સ્વિપનું સપનું સાકાર થયુ હોત. આમ, હવે જયારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે ત્યારે ભાજપના જ સ્થાનિક નેતાઓ શંકર ચૌધરીને માથે ઠીકરું ફોડી રહ્યાં છે.
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારો જાહેર થયા ત્યારથી કેટલીક સીટો પર વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. સ્થાનિક નેતાઓના રોષના કારણે ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવારો બદલ્યાં હતા. પરંતુ બનાસકાંઠામાં ઉમેદવાર બદલવામાં ન આવતાં અને મહિલા સામે મહિલાને જ મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના કારણે ભાજપે આ સીટ ગુમાવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/