વિનેશ તું હારી નથી, તું હંમેશા અમારા માટે વિજેતા રહીશ, બજરંગ પુનિયાએ કર્યુ ટ્વિટ- Gujarat Post

04:20 PM Aug 08, 2024 | gujaratpost

Vinesh Phogat Retirement: રેસલર વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેને સમર્થન માટે દરેકનો આભાર માન્યો અને કહ્યું કે તે તે દરેકની ઋણી રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેની માતાને યાદ કરીને લખ્યું કે તેની હિંમત તૂટી ગઈ છે. જો કે કુસ્તીબાજ વિનેશે સ્પોર્ટ્સ આર્બિટ્રેશનને સંયુક્ત રીતે ઓલિમ્પિક સિલ્વર મેડલ આપવાની અપીલ કરી છે.

24 વર્ષની કારકિર્દીનો ઉલ્લેખ કરતા, કુસ્તીબાજ વિનેશ ફોગાટે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું -  'ગુડબાય રેસલિંગ 2001-2024.' મા, કુસ્તી મારાથી જીતી, હું હારી ગઈ. માફ કરશો. તારું સપનું, મારી હિંમત તૂટી ગઈ. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ સહિત અનેક હસ્તીઓએ વિનેશને ચેમ્પિયન કહીને પ્રોત્સાહિત કર્યાં હતા.

ટોકયો ઓલિમ્પિક્સ 2020 બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિનેશને સપોર્ટ કર્યો છે. તેણે લખ્યું, વિનેશ, તું હારી નથી. તું હંમેશા અમારા માટે વિજેતા રહીશ. તું ભારતની દીકરી હોવાની સાથે ભારતનું ગૌરવ પણ છે.

પેરિસમાં સ્થાનિક સમય અનુસાર બુધવારે મોડી રાત્રે લગભગ 5.51 વાગ્યે પ્રાપ્ત સમાચાર અનુસાર, તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)ને પોતાને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે. મંગળવારે સતત ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જો કે બુધવારે જ્યારે તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તે 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526