અમદાવાદઃ બીઝેડ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલા( ઠાકોર) કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. અંદાજે 5,000 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં આ ઠગેે અને લોકોનું કરી નાખ્યું છે, કૌભાંડના આંકડાનો હજુ સુધી સાચો અંદાજ મેળવી શકાયો નથી.પરંતુ સીઆઈડી ક્રાઈમે કેસ હાથમાં લીધો ત્યારથી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. એકના ડબલ કરી આપવાની પોન્ઝી સ્કીમ શરૂ કરીને સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત રાજ્યના ઘણા જિલ્લાઓના લોકોના રૂપિયા પડાવી લેવાયા છે, અનેક લક્ઝુરિયર્સ કારમાં ફરતા ઠગે બિટકોઈનમાં પણ રોકાણ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આ સમગ્ર કેસમાં એક ચોંકાવનારી માહિતી આવી છે, દુબઈમાં હવાલા દ્વારા પહોંચાડવામાં આવેલા કરોડો રૂપિયાની વિગતો પણ ટૂંક સમયમાં સામે આવી શકે છે. ભૂપેન્દ્ર ઝાલાએ ખાનગી બેંક મારફતે દુબઈમાં આ નાણાં પહોંચાડ્યાં હતા અને ત્યાં મિલકતો ખરીદી હોવાની પણ ચર્ચા છે.
બીઝેડ ગ્રુપના CA રુષિત મહેતાના ઘરે CID એ તપાસ કકી છે.હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસ અને ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ઠગ એક એનજીઓ સાથે જોડાયેલો હતો, જેમાં ભાજપના નેતાઓના કનેક્શન પણ સામે આવ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/