ભાજપ સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ, કહ્યું- રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો- Gujarat Post

11:51 AM Dec 19, 2024 | gujaratpost

(ફોટોઃ સૌ.એએનઆઇ)

કૉંગ્રેસે કહ્યું-પ્રિયંકા ગાંધી, ખડગે સાથે પણ ધક્કામુક્કી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને કૉંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. કૉંગ્રેસે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ભાજપે કોંગ્રેસ પર રાજકીય ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ બેઠકમાં બંને પક્ષોના સાંસદો હાજર રહ્યાં હતા. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.
 
આ દરમિયાન પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો જે મારા પર પડી ગયા. પછી હું નીચે પડી ગયો. હું સીડી પાસે ઊભો હતો ત્યારે રાહુલ ગાંધી આવ્યાં હતા અને મારી ઉપર પડી ગયેલા એક સાંસદને ધક્કો માર્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાદળી કલરનું ટી-શર્ટ પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી પણ આવા જ કલરની સાડી પહેરી હતી. કૉંગ્રેસે ભાજપ પર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

વિપક્ષી ગઠબંધને સંસદ પરિષરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે વિરોધ કૂચ કાઢી હતી. તેઓ મકરદ્વાર તરફ કૂચ કરી રહ્યાં છે અને રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની માફી અને રાજીનામાની માંગ કરી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++