નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને લઈને આપેલા નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. વિપક્ષ દેખાવો કરીને શાહના રાજીનામાની માંગ કરી રહ્યું છે. તો સામે રાજ્યસભામાં મોદી સરકારે રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
નાગાલેન્ડના ભાજપના સભ્ય ફાંગનોન કોન્યાકે આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ સંસદના મકર દ્વાર પાસે અન્ય સાંસદો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા, ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમની ખૂબ નજીક આવ્યાં હતા અને તેમના પર બૂમો પાડવા લાગ્યા હતા. તેમણે જગદીપ ધનખડને પત્ર લખીને રાહુલ ગાંધી પર તેમની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમને એમ પણ લખ્યું છે કે વિપક્ષના નેતા નજીક આવ્યા અને મને તે ગમ્યું નહીં અને તેઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું. આજે જે થયું તે ખૂબ જ દુઃખદ છે, તે ન થવું જોઈએ. મેં રાષ્ટ્રપતિને પણ ફરિયાદ કરી છે. રાજ્યસભામાં ગૃહના નેતા જે. પી. નડ્ડાએ સંસદ પરિષરમાં ભાજપના સાંસદો સાથે રાહુલ ગાંધીના વર્તનની નિંદા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ નડ્ડા અને કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પર સંસદના પ્રવેશદ્વાર પર ભાજપના મહિલા સાંસદો સામે બળપ્રયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે તેમની માફીની માંગ કરી છે.
નોંધનિય છે કે ભાજપના સાસંદ પ્રતાપ સારંગીએ પણ રાહુલ પર ધક્કો મારીને ઘાયલ કર્યાનો આરોપ લગાવ્યો છે, આ મામલો હવે રાજકીય રંગ લઇ રહ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++