ગીર સોમનાથઃ લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને ધીમે ધીમે ભાજપના નેતાઓ ખુલીને સામે આવી રહ્યાં છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા આક્રમક અંદાજમાં જોવા મળ્યાં હતા.તેમને કહ્યું કે ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હું 5 વર્ષ જે નડ્યાં એમને હું મુકવાનો નથી. ગઈલા પ્રાચી ખાતે ધારસભ્ય ભગવાન બારડ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજેશ ચુડાસમા ભાષણમાં આક્રમક અંદાઝમા જોવા મળ્યાં હતા. રાજેશ ચૂડાસમાએ તેમના રાજનૈતિક વિરોધીઓ માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેને લઇને ચર્ચા ઉઠી છે કે એક જન પ્રતિનિધિને શું આ શોભે છે છે ? શું એક સાંસદ આ રીતે બદલાની ભાવનાથી કામ કરશે ?
જો કે તેમની વિરુદ્ધ કામ કરનારાઓ ભાજપના જ હતા, જેથી તેમને પોતાનો ગુસ્સો સ્ટેજ પરથી ઠાલવ્યો હતો અને વિરોધીઓને સીધી જ ચીમકી આપી દીધી હતી.
2024 લોકસભા ચૂંટણીમાં રાજેશ ચુડાસમા જુનાગઢ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, રાજેશ ચુડાસમાંની 1,34,360 મતોથી જીત થઈ હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526