+

કેજરીવાલના રામ રામ....ભગવાન રામ જાતિ કે કોઇ ભેદભાવમાં માનતા ન હતા, અમે એવું જ શાસન ચલાવીએ છીએ

(Photo: ANI) રામના માર્ગે ચાલીએ તો નંબર 1 બનતાં કોઈ ન અટકાવી શકે- કેજરીવાલ નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકાર દ્વારા આયોજિત ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. છત્રસાલ સ્ટેડિયમ ખાત

(Photo: ANI)

રામના માર્ગે ચાલીએ તો નંબર 1 બનતાં કોઈ ન અટકાવી શકે- કેજરીવાલ

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકાર દ્વારા આયોજિત ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. છત્રસાલ સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે આપણે ભગવાન રામ પાસેથી ત્યાગ, બલિદાન શીખીએ છીએ. તેઓ ક્યારેય જાતિમાં માનતા ન હતા. રામ રાજ્યમાં દરેક વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરે છે.

પ્રજાસત્તાક દિવસના સંબોધનમાં સીએમ કેજરીવાલે કહ્યું કે રામાયણની જેમ શહેરમાં રામ રાજ્યની વ્યાખ્યા મુજબ શાસન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં શિક્ષણ પ્રણાલી બદલી નાખી છે. રામ રાજ્યથી પ્રેરિત દિલ્હી પર શાસન કર્યું. રામ રાજ્ય એટલે સુખ અને શાંતિનું શાસન. અમે વૃદ્ધોને અયોધ્યા મોકલીશું.

સંબોધનમાં સીએમ કેજરીવાલે કહ્યું કે રામાયણની જેમ શહેરમાં રામ રાજ્યની વ્યાખ્યા મુજબ શાસન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમની સરકાર રામાયણમાં આપવામાં આવેલી રામ રાજ્યની વ્યાખ્યા મુજબ શહેર પર શાસન કરવાનો પ્રયાસ કરી રહી છે. ભગવાન રામે જે સિદ્ધાતોનું અનુકરણ કર્યું હતું તેને આત્મસાત કરવું મહત્વપૂર્ણ છે. હવે ભાજપ બાદ આમ આદમી પાર્ટી પણ ભગવાન રામનું નામ લઇ રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter